શુક્રવાર, 25 નવેમ્બર, 2011

શિષ્યવૃતિ- બક્ષીપંચ (ઓબીસી) અને બીજા સત્રની ફી

વહાલા વિદ્યાર્થી મિત્રો

બક્ષીપંચ (ઓબીસી)શિષ્યવૃતિ આવી ગઈ છે. ચેક લઈ જવા.
બીજા સત્રની ફી ભરવાની અંતિમ તારીખ ૨૬/૧૧/૨૦૧૧ છે.

ફીની વિગત-

ભાઈઓ માટે -રૂપિયા-૬૬૦/-

બહેનો માટે -રૂપિયા-૬૦/-

બુધવાર, 9 નવેમ્બર, 2011

પ્રથમ સેમસ્ટર પરીક્ષાની તારીખ (FYBA)

વહાલા વિદ્યાર્થીમિત્રો
,
પ્રથમ સેમસ્ટર(FYBA)પરીક્ષા તારીખ-૦૨/૧૨/૨૦૧૧થી ચાલુ થાય છે.
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ, જિ-જામનગર

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

દિવાળી વેકેશન

વહાલા વિદ્યાર્થી મિત્રો

તારીખ ૧૭/૧૦/૨૦૧૧ થી તારીખ ૧૨/૧૧/૨૦૧૧ સુધી દિવાળી વેકેશન રહેશે. દિવાળી અને નૂતન વર્ષની સર્વેને શુભેચ્છાઓ.

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2011

પ્રથમ સેમસ્ટરના પરીક્ષા ફોર્મ

વહાલા વિદ્યાર્થી મિત્રો,
તારીખ- ૧૧/૧૦/૨૦૧૧ને મંગળવારના રોજ સવારે-૮-૦૦ વાગ્યાથી પ્રથમ સેમસ્ટર(એફ.વાય.બી.એ.)ના વાર્ષિક પરીક્ષાના ફોર્મ ભરવાના થાય છે.

પરીક્ષા ફી રૂપિયા- ૨૨૦/-
ધોરણ-૧૨ની માર્કશીટની ઝેરોક્ષ નકલ-૧
,
ફોટોગ્રાફ્સ-૧ લઈને આવવાનું રહેશે.
જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે નહીં તેઓ પરીક્ષામાં બેસી શકશે નહીં જેની નોંધ લેશો.

મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ફોટોગ્રાફ્સ-૧ અને રેશનકાર્ડની નકલ લાવવાની રહેશે.
પ્રિન્સિપાલશ્રી
,
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ, જિ.- જામનગર

ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011

પ્રાર્થનાઓ

સોમવાર

હે શારદે ર્મા, હે શારદે ર્મા
અજ્ઞાનતા સે હમે તાર દે ર્મા
તું સ્વર્ગ કી દેવી હૈ સંગીત તુજસે
હર શબ્દ તેરા હૈ, હર ગીત તુજસે
હમ હૈ અકેલે હમ હૈ અધુરે
તેરી શરણમે હમેં પ્યાર દે ર્મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ...
મુનિયોને સમજી ,ગુણિઓને જાણી
વેદો કી ભાષા, પુરાણો કી વાણી
હમ ભી તો સમજે, હમ ભી તો જાણે
વિદ્યા કા હમકો અધિકાર દે ર્મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..
તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે
હાથો મેં વીણા મુકુટ સર પે સાજે
મન સે હમારે મિટાદે અંધેરા
હમ કો ઉજાલો કા સંસાર હે મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..

મંગળવાર

પ્રભો અંતર્યામી, જીવનજીવના દીન શરણા.
પિતા, માતા, બંધુ, અનુપમ સખા હિત કરણા.
પ્રભા, ર્કિતી, ક્રાન્તિ,ધનવિભવ સર્વજનના
નમુ છું વંદુ છું. વિમલ મુખ સ્વામી જગતના
અસત્યો માંહેથી,પ્રભુ પરમ સત્યે તું લઈજા.
ઉંડા અંધારેથી, પ્રભુ પરમ તે જે તુ લઈ જા.
મહા મૃત્યુમાંથી,અમૃત સમીપે નાથ લઈ જા.
તું હીણો હું છું તો, મુજ દર્શના દાન લઈ જા.
પ્રભો અંતર્યામી,જીવનજીવના દીન શરણા.

બુધવાર

હમ કો મન કી શકિત દેના,મન વિજય કરે
દુસરો કીજય સે પહેલે, ખુદ કી જય કરે
ભેદભાવ અપને દિલસે સાફ કર સકે,
દોસ્તો સે ભૂલ હો તો માફ કર સકે,
જૂઠ સે બચે રહે હમ, સચ કા હમ ભરે, દુસરો કી જય.
મુશ્કીલે પડે તો હમ પે ઈતના કર્મ કરે
સાથ હૈ તો ધર્મ કા, ચલે તો ધર્મ પાર
ખુદ પે હોસલા રહે બદી સે ના ડરે,દુસરો કી જય
હમ કો મનકી શકિત દેના, મન વિજય કરે.

ગુરુવાર

ઈતની શકિત હમે દેના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે,
ભૂલ કરભી કોઈ ભૂલ હોના,ઈતની---
દૂર અજ્ઞાન કે હો અંધેરે
તુ હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઈ સે બચતે રહે હમ
જિતની ભી દો, ભલી જિંદગી હો,
બૈર હોના કિસીકો કિસીસે
ભાવના મન મે બદલે કી હોના
હમ ચલે નેક રસ્તે ---ઈતની---
હમ ના સોચેં હમે કયા મિલા હે
હમ યે સોચે કિ આજ્ઞા હૈ અર્પણ
ફુલ ખુશિયો કે બાંટે સભીકો
સબકા જીવન હીબન જાયે મધુવન
અપની કરૂણા કા જલ તુમ બહાકે
કરદે પાવન હર એક મન કા કોના
હમ ચલે નેક રસ્તે --ઈતની---

શુક્રવાર

નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બૂઝાય ના...
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે,
કોઈનું કોઈ નથી દુનિયામાં આજે ,
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના... ઝાંખો ઝાંખો દીવો--
પાપને પુણ્યના ભેદ રે ભુલાતા ,
રાગ અને દ્રેષ આજ ઘેરઘેર ધુંટાતા,
જે કે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના --ઝાંખો ઝાંખો દીવો----
શ્રધ્ધાના દીવડાને જલતાં તું રાખજે
નિશદિન સ્નેહ કેરૂં તેલ એમાં પૂરજે,
મનનાં મંદિરે જોજે અંધારૂં થાય ના ...ઝાંખો ઝાંખો દીવો--

શનિવાર

તેરી પનાહમે હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના
કપટ કર્મ ચોરી બેઈમાની
ઔર હિસા સે હમકો બચાના
નાલિકા બન જાઊ ન પાની
નિર્મલ ગંગ જલહી બહાના
કરુણાકી છાવ મં હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના તેરી---
ડભાવન કોઈ તુજ સાં નહી કોઈ
મુજસાં નહી કોઈ અપરાધી
પુણ્ય કી નગરી મે ભી મૈને
પાપો કી ગહરી હી બાંધી
અપની નિગહ મેં હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના
તેરી પનાહમે હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના

પુનઃ કસોટી અને સેમિનાર

સરકારી વિનયન કૉલેજ, ભાણવડ ખાતે જે વિદ્યાર્થીઓ કસોટી(ટેસ્ટ) અને સેમિનાર આપવામાં બાકી રહી ગયા હોઈ તેવા વિદ્યાર્થીઓ માટે જ નીચે દર્શાવ્યા મુજબ પુનઃ કસોટી અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી કોઈ પણ સંજોગોમાં પુનઃ કસોટી અને સેમિનાર લેવામાં આવશે નહીં. તો જેઓ આ પુનઃ કસોટી અને સેમિનારમાં હાજર રહેવા માંગતા હોઈ તેઓએ કયા કારણોસર કસોટી(ટેસ્ટ) અને સેમિનાર આપી નથી શકયા, તેના યોગ્ય ખુલાસા સાથે તા.૨૯/૯/૨૦૧૧ સુધીમાં કોલેજમાં અરજી આપવાની રહેશે.જેની અરજી મળશે નહીં તેવા વિદ્યાર્થીઓ પુનઃ કસોટી અને સેમિનારમાં બેસી નહીં શકે તેની ખાસ નોંધ લેવી.

પુનઃ કસોટી અને સેમિનારની તારીખ- ૦૩/૧૦/૨૦૧૧
(સોમવાર)

સમય- ૭-૩૦ સવારથી....

આચાર્યશ્રી,
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ

બુધવાર, 14 સપ્ટેમ્બર, 2011

સમય પત્રક FYBA - Govt. Arts College, Bhanvad

તારીખ- ૧૯ અને ૨૦/૦૯/૨૦૧૧- કસોટી

તારીખ- ૨૧/૦૯/૨૦૧૧ થી ૨૩/૦૯/૨૦૧૧ સુધી- સેમિનાર
તારીખ- ૨૪/૦૯/૨૦૧૧-ક્વીઝ સ્પર્ધા(સપ્તધારા)
તારીખ- ૨૬/૦૯/૨૦૧૧ થી ૨૭/૦૯/૨૦૧૧ સુધી- સેમિનાર
દરેક વિષયના અસાઈનમેન્ટ આપવાની છેલ્લી તારીખ-૨૦/૦૯/૨૦૧૧
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ, જિ.- જામનગર

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

સુભાષિતો

સુભાષિતો
ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...

માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. - ગાંધીજી

કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.

" જીવન માં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો ,એટલોજ કિંમતી એનો ઋણ ચુકવવું પડશે "

પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ

આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે

આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા, બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા

સાદગી ઉત્તમ સુંદરતા છે. ક્ષમા ઉત્તમ બળ છે. નમ્રતા ઉત્તમ તર્ક છે. મિત્રતા ઉત્તમ સંબંધ છે. તેને ધારણ કરીને જીવનને ઉત્તમ બનાઓ.

પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે, એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ... પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે

‎"ખાઈ" માં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે,પરંતુ "અદેખાઈ" માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી ..........

તમે નિષ્ફળ થાવનો પ્રયત્ન કરો અને સફળ થઇ જાઓ તો તમે સફળ થયા કહેયાય કે નિષ્ફળ થયા કહેવાય ?????

દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....

જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.

‎'ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો , વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'

પ્રસાદ એટલે શું ?
પ્ર -એટલે પ્રભુ
સા -એટલે સાક્ષાત
દ -એટલે દર્શન
માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ

‎"ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો..........

પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ??

કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે "સ્વભાવ" નડે છે..

કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે "ટકોરા" મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ??

કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું..!!

તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું.........

અવગણના વચ્ચે જીવતું બાળક..અપરાધ શીખશે.
દુશ્મનાવટ વચ્ચે જીવતું બાળકલડાઇ શીખશે.
ઉપહાસ વચ્ચે જીવતું બાળક..શરમ શીખશે.
સહનશીલતા વચ્ચે જીવતું બાળક..ધૈર્ય શીખશે.
પ્રોત્સાહન વચ્ચે જીવતું બાળકવિશ્વાસ શીખશેમૈત્રી અને
આવકાર વચ્ચે જીવતું બાળક…જગતમાં પ્રેમ આપતાઅને મેળવતા શીખશે..

સુધારીલેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....આટલું માનવીકરે કબુલ..., તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...

કોણ કહે છે "સંગ એવો રંગ"માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂછો" છે,માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છેઅને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.....

‎"માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી"........

શનિવાર, 23 એપ્રિલ, 2011

MA-sem-course 409

સંસ્કૃત-ગુજરાતી નિબન્ધ
આ પુસ્તક સરસ્વતી પુસ્તક ભંડાર અમદાવાદ દ્વારા ટૂંક સમયમાં પ્રકાશિત થશે.

શુક્રવાર, 18 માર્ચ, 2011

નસીબ

यत् मम भाग्ये नास्ति,
तत् विश्वस्य क: अपि बल:मह्यं न ददाति।
मम च भाग्ये अस्ति
तं विश्वस्य क: अपि बल: हर्तुं न समर्थ: अस्ति।
ईश्वरीयबल: असम्भवं अपि सम्भवं कर्तुं समर्थ: अस्ति।
अत: कर्मैव "कामधेनु:"
एवं प्रार्थना एव पारसमणी अस्ति।